Leseplan-informasjon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

Dag 4 av 20

ઈસુ તેમનું બાપ્તિસ્મા થયા પછી 40 દિવસ માટે ઉજ્જડ રાનમાં ચાલ્યા જાય છે, જ્યાં તેમની પાસે ખાવા-પીવા માટે કંઈ જ હોતું નથી. ઇસુ ઈઝરાયલના ચાળીસ વર્ષોની અરણ્યની મુસાફરીને ભજવી બતાવે છે, જ્યાં ઇઝરાયલીઓ ઈશ્વર પર ભરોસો રાખવામાં નિષ્ફળ ગયા હતા અને બળવો કર્યો હતો. પણ જ્યાં ઈઝરાયલીઓ નિષ્ફળ થયાં, ત્યાં ઈસુએ સફળતા મેળવી. જ્યારે પણ કસોટી થાય છે, ત્યારે ઈસુ પોતાના માટે પોતાની ઈશ્વરી શક્તિનો ઉપયોગ કરતાં નથી, પણ પોતાને માનવીય યાતનાઓ સાથે ઓળખાવે છે. તે આ બધી બાબતોમાં યહોવા પર વિશ્વાસ કરે છે, અને ઈઝરાયલ તથા આખી માનવજાતની નિષ્ફળતાઓને સફળતાઓમાં ઉલટાવી નાખનાર વ્યક્તિ તરીકે સાબિત થાય છે. ત્યારબાદ, ઈસુ તેમના મૂળ વતન નાસરેથમાં પાછાં ફરે છે. તે સભાસ્થાનની મુલાકાત લે છે અને ત્યાં તેમને હિબ્રુ ધર્મશાસ્ત્રો વાંચવાનું આમંત્રણ આપવામાં આવે છે. તેઓ યશાયાનું પુસ્તક ખોલીને વાંચે છે, અને બેસતાં પહેલાં એમ કહે છે કે, "આજે આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે." શ્રોતાઓ દંગ રહી જાય છે, અને ઈસુ પરથી તેમની નજર હટતી નથી. યશાયાએ તેમના વિશે એવી વાત કરી હતી –– કે તે અભિષિક્ત વ્યક્તિ તરીકે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરશે, બીમારોને સાજાં કરશે અને દીન લોકોને તેમના તુચ્છ હોવાની લાગણીમાંથી મુક્ત કરશે. તે એ જ વ્યક્તિ છે, જે ખોટી બાબતોને ઉલટાવીને જગતને સારું બનાવવા માટે પોતાનું ઊથલ પાથલ કરનારું રાજ્ય સ્થાપશે. વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો: • ઈશ્વરે તમને આપેલી ઓળખ અને લાયકાતનો તમારી જાતને સાબિત કરવા કે પોતાના માટે ઉપયોગ કરવા તમારું કેવી રીતે પરીક્ષણ થયું છે? ઈસુએ ઈશ્વરના વચનોને યાદ રાખીને અને તેના પર આધાર રાખીને કેવી રીતે શેતાનનો સામનો કર્યો તેના વિશે વિચાર કરો. તમારું પરીક્ષણ થાય ત્યારે બાઇબલના કયા શાસ્ત્રભાગો તમને ઈશ્વરના સત્યને યાદ રાખવા માટે મદદરૂપ થઇ શકે છે? તે શાસ્ત્રભાગો લખો. • ઈસુએ યશાયાના પુસ્તકમાં જણાવેલ પ્રબોધવાણીને પૂરી કરી. યશાયા 61 વાંચો. ત્યાં તમે શું જુઓ છો? • ઈસુએ 22મી કલમમાં આપેલા સારા સમાચારના પ્રતિભાવની લોકોના ટોળાંએ 29મી કલમમાં આપેલા પ્રતિભાવ સાથે સરખામણી કરો. આજે ઈસુના સંદેશ અંગે તમારો પ્રતિભાવ શો છે? • આ વાંચન અને મનન મુજબ પ્રાર્થના કરો. ઈસુએ તમારા દુ:ખ સાથે પોતાની જાતને ઓળખાવી અને તમારી શરમિંદગીને ઉલટાવી નાખી તે માટે ઈસુનો આભાર માનો. આ અઠવાડિયે પરીક્ષણ પર જય પામવા માટે સહાય પ્રાપ્ત કરવા પ્રભુને પ્રાર્થના કરો.
Dag 3Dag 5

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્...

More

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring