Leseplan-informasjon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

Dag 6 av 20

ઈસુ પોતાના તમામ શિષ્યોમાંથી બાર વ્યક્તિઓની પસંદગી કરે છે અને આ બારની સંખ્યા મન ફાવે તેમ પસંદ કરવામાં આવી નથી. ઈસુ ઇરાદાપૂર્વક રીતે બાર વ્યક્તિઓની પસંદગી કરે છે, જેથી તે બતાવી શકે કે તે નવા કુળની રચના કરીને ઇઝરાયલના બાર કુળોનો ઉદ્ધાર કરી રહ્યાં છે. પણ પહેલી નજરે આ નવા ઈઝરાયલમાં કોઇ ચોક્કસ સુધારો દેખાતો નથી. ઈસુ હલકા સમુદાયના કેટલાક લોકોની, કેટલાક શિક્ષિતોની, તથા ધનવાનોની અને ગરીબોની પસંદગી કરે છે. ઈસુ રોમન સામ્રાજ્ય માટે એક કર ઉઘરાવનાર ભૂતપૂર્વ અધિકારીની પણ પસંદગી કરે છે, અને રોમન સામ્રાજ્ય સામે બળવો કરનાર ભૂતપૂર્વ બળવાખોર (કટ્ટરપંથી)ની પણ પસંદગી કરે છે! ગરીબો અને બહિષ્કૃત વ્યક્તિઓ માટે ઈશ્વરનો પ્રેમ બિનઆશાસ્પદ લોકોને એકબીજાની નજીક લાવે છે. એમ લાગે છે, કે તેઓ ક્યારેય એકબીજા સાથે સંપથી કામ કરી શકશે નહીં, પરંતુ એકબીજાના શત્રુઓ જેવા આ વ્યક્તિઓ ઈસુનું અનુસરણ કરવા, અને એક એવા નવા જગતના ક્રમમાં પ્રવેશ કરવા માટે તેમનું બધું મૂકી દે છે. જેમાં તેમને એકબીજા સાથે સમાધાન કરવા અને એકતામાં રહેવા માટે તેડવામાં આવ્યા છે. લૂક આપણને ઉથલ પાથલ કરનાર રાજ્ય માટે ઈસુનાં શિક્ષણો વિશેના પોતાના અહેવાલમાં બતાવે છે કે આ નવા જગતનો ક્રમ કેવો છે. ઈસુ તેમના શિક્ષણમાં કહે છે કે આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે ઈશ્વરનું રાજ્ય તેઓનું છે, અને હમણાં રડનારાઓ, તમને ધન્ય છે; કેમ કે તમે હસશો. નવા જગતના આ ક્રમમાં, શિષ્યોને તેમના શત્રુઓ પર પ્રેમ રાખવા; અજાણ્યા લોકો પ્રત્યે ઉદાર થવા; માફ કરવા તથા દયા દર્શાવવા પણ તેડવામાં આવ્યા છે. અને ઈસુએ આવી પરિવર્તનકારી જીવનશૈલી વિશે વાત કરી હતી એટલું જ નહિ, પણ તે એવી રીતે જીવન પણ જીવ્યા હતા, અને પોતાના જીવનું બલિદાન આપીને પોતાના શત્રુઓ પર પ્રેમ પ્રગટ કર્યો હતો. વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો: •શું ઈસુએ તમને તમારી અણગમતી વ્યક્તિની સાથે પસંદ કર્યા હતાં? ઊથલ પાથલ કરતા રાજ્ય વિશેના ઈસુના શિક્ષણો (લૂક 6:20-38) એ સંબંધ વિશે શું કહે છે? એવું કયું પગલું છે જેને તમે તમારી અણગમતી વ્યક્તિ પ્રત્યે અનહદ દયા અને પ્રેમ દર્શાવવા માટે લઈ શકો છો? • તમારા વાંચન અને મનન મુજબ પ્રાર્થના કરો. જ્યારે તમે બીજા લોકો પ્રત્યે ઈસુની ઉદાર દયા માટે પ્રાર્થના કરો, ત્યારે તમારા માટે પણ એ જ ઉદાર દયા પ્રાપ્ત કરો. તમારા જીવનના જે ક્ષેત્રમાં તમારે સહાયની જરૂર હોય તેના માટે પ્રભુને પ્રાર્થના કરો. પ્રભુ તમારી પ્રાર્થના સાંભળી રહ્યાં છે.
Dag 5Dag 7

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્...

More

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring