Leseplan-informasjon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

Dag 8 av 20

લૂક આપણને જણાવે છે કે ઈસુ શહેરો અને ગામડાઓમાં ઈશ્વરના રાજ્ય વિશે ઘોષણા કરવાનું શરૂ કરે છે. પરંતુ એક રાજાની જેમ શાહી રસાલા સાથે મુસાફરી કરવાને બદલે, ઈસુ બાર વ્યક્તિઓના પોતાના અનોખા જૂથ સાથે મુસાફરી કરે છે, જેમાં તેમણે મુક્ત કરેલી કે સાજી કરેલી કેટલીક સ્ત્રીઓ પણ છે. અને ઈસુના આ સાથીદારો માત્ર મુસાફરી કરવા માટે જ તેમની સાથે નહોતાં. પરંતુ તેઓ તો સહભાગીઓ પણ હતાં. જેમણે ઈસુની સુવાર્તા, સ્વતંત્રતા અને સાજાપણું પ્રાપ્ત કર્યાં છે, તેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં તેમની સાક્ષીઓ જણાવે છે. તેઓની મુસાફરીઓ અનોખા અનુભવોથી ભરેલી છે. ઈસુ સમુદ્રમાં આવેલા એક તોફાનને શાંત કરે છે, એક વ્યક્તિને સેંકડો અશુદ્ધ આત્માઓના બંધનમાંથી મુક્ત કરે છે, બાર વર્ષથી પીડાતી એક સ્ત્રીને સાજી કરે છે, એક બાર વર્ષની છોકરીને સજીવન કરે છે, અને એક છોકરાંના ભોજનમાંથી હજારો લોકોને જમાડે છે – બધા લોકો જમી રહ્યાં પછી પણ છાંડેલા કકડાની બાર ટોપલીઓ ભરાય છે. આજનો શાસ્ત્રભાગ વાંચતી વખતે ધ્યાન આપો કે લૂક "બાર" શબ્દનો કેવી રીતે અનેક વાર ઉપયોગ કરે છે. યાદ રાખો કે ઈસુ ઇરાદાપૂર્વક રીતે બાર શિષ્યોને નિયુક્ત કરે છે, જેથી તે બતાવી શકે કે તે ઈઝરાયલના બાર કુળોનું નવસર્જન કરી રહ્યાં છે. લૂક આ સત્ય પર ભાર મૂકવા માંગે છે, તેથી તે તેની સુવાર્તાની વાતમાં બાર વખત "બાર" શબ્દનું પુનરાવર્તન કરે છે. જ્યારે તે આ શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે બીજી એક રીતે બતાવે છે કે ઈસુ ઈઝરાયલના બાર કુળોનો ઉદ્ધાર કરી રહ્યાં છે, અને ઈઝરાયલ દ્વારા આખા જગતનો ઉદ્ધાર કરી રહ્યાં છે. ઈશ્વરે વચન આપ્યું છે કે ઈઝરાયલના બાર કુળો દ્વારા બધા દેશો આશીર્વાદિત થશે, અને ઈશ્વરે ઈઝરાયલને બધા દેશો માટે પ્રકાશરૂપ થવા માટે તેડ્યું છે. ઈઝરાયલ તેના એ કાર્યમાં નિષ્ફળ થયું છે, પણ ઈશ્વર પોતાના વચનો પાળવા માટે વિશ્વાસુ છે. ઈસુ આખા જગત માટે આશીર્વાદિતરૂપ થવાના ઈઝરાયલના તેડાને પુન:સ્થાપિત કરવા માટે આવે છે, અને પોતાના બાર શિષ્યોને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે મોકલે છે. વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો: • જેઓ મસીહની સુવાર્તા પ્રાપ્ત કરે છે (યશાયા 61:1-3) તેઓ એ લોકો જ હોય છે જેઓ “પાયમાલ થઈ ગયેલ શહેરોને ફરીથી બેઠા કરવા માટે” બીજા લોકોને એ સુવાર્તા વહેંચે છે (યશાયા 1:4). લૂકના આ શાસ્ત્રભાગોના આધારે યશાયા 61 ની ફરીથી સમીક્ષા કરો. તમે શું નોંધ્યું? • યશાયા 42:6-7 વાંચો. ઈઝરાયલને બીજા દેશો માટે પ્રકાશરૂપ કરવાના યહોવાના સમર્પણ વિશે મનન કરો. તમે શું અવલોકન કરો છો? • ઈશ્વરનું રાજ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે સમજાવવા માટે ઈસુ દ્રષ્ટાંતો દ્વારા શિક્ષણ આપે છે. તેને એક બીજની જેમ પ્રાપ્ત કરીને તેમાંથી પુષ્કળ ઉત્પાદન કરી શકાય છે, અથવા તેને પાંગરતું રોકી શકાય છે. બધા તેનું અજવાળું પામી શકે તે માટે તેને દીવાની જેમ દીવી પર મૂકી શકાય છે, અથવા તેને ઢાંકી રાખી શકાય છે. જેઓ ઈશ્વરના વચનો પ્રાપ્ત કરે છે, અને જગત આશીર્વાદિત થાય તે માટે તે વચનો મુજબ કાર્ય કરે છે, તેઓ જ ઈસુનો પરિવાર છે (લૂક 8:21). ઈશ્વરના રાજ્યવિશે પ્રામાણિકપણે તમે કેવો પ્રતિભાવ આપશો? શું એવી કોઇ બેધ્યાન કરનારી બાબતો, ચિંતાઓ અથવા પ્રલોભનો કે પરીક્ષણો છે, જે તમને જગતને આશીર્વાદિત કરવાના ઈસુના કાર્યમાં જોડાવાથી રોકે છે? •તમારા મનન મુજબ પ્રાર્થના કરો. તમને પ્રાપ્ત થયેલી આશ્ચર્યકારક પ્રેરણા વિશે, અથવા તો ઈશ્વરના સંદેશમાં તમે કેવી રીતે સંમત છો તેના વિશે, અથવા તો જે ક્ષેત્રોમાં તમે ઈશ્વરની સુવાર્તા વહેંચવામાં સંઘર્ષ કરો છો તેના વિશે, અથવા તમારી જરૂરિયાતો વિશે પ્રભુને પ્રાર્થના કરો.
Dag 7Dag 9

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્...

More

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring