Leseplan-informasjon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

Dag 3 av 20

હવે પછીના વિભાગમાં લૂક આગળના સમયની વાત કરે છે. હવે યોહાન એક પ્રબોધક બન્યો છે, અને યર્દન નદી પાસે નવીનીકરણની ચળવળમાં આગેવાની આપી રહ્યો છે. અને ગરીબ, ધનવાન, કર ઉઘરાવનારાઓ તથા સૈનિકો જેવા બધા જ પ્રકારના ઇઝરાયલીઓ ત્યાં બપ્તિસ્મા પામવા માટે આવી રહ્યા છે. આ બધા લોકો જીવનના એક નવા માર્ગ માટે પોતાની જાતનું સમર્પણ કરી રહ્યા છે. વર્ષો પહેલા ઇઝરાયલીઓ યર્દન નદી પાર કરીને આ દેશનો વારસો પામવા માટે આવ્યા, ત્યારે ઈશ્વરે તેમને એક જવાબદારી સોંપી હતી. તેમને માત્ર ઈશ્વરની જ સેવા કરવાનું, પોતાના પડોશીઓને પ્રેમ કરવાનું, અને સાથે મળીને ન્યાયનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ જૂના કરારની વાતો પરથી આપણે જાણીએ છીએ કે તેઓ વારંવાર તેમાં નિષ્ફળ ગયા હતા. તેથી યોહાન ઇઝરાયલીઓને નદીમાં ડૂબકી લગાવીને તેમના ઈશ્વરને ફરીથી સમર્પણ કરવા, અને ઈશ્વર જે કાર્ય કરવાના હતા તેને માટે તૈયાર થવા બોલાવે છે. ઈશ્વર હવે પછી જે કરવાના છે તેને માટે નવીનીકરણની આ ચળવળ લોકોને તૈયાર કરશે. હવે અહીં યરદન નદી આગળ ઈસુ પ્રગટ થાય છે અને પોતાના રાજ્યનું કામ કરવાની શરૂઆત કરવા માટે તૈયાર છે. યોહાન દ્વારા ઈસુનું બાપ્તિસ્મા થાય છે, અને જ્યારે તે પાણીમાંથી બહાર આવે છે, ત્યારે આકાશ ઉઘડી જાય છે, અને સ્વર્ગમાંથી એક વાણી થાય છે કે, “તું મારો વહાલો દીકરો છે; તારા પર હું પ્રસન્ન છું.” હવે ઈશ્વરના આ શબ્દો જૂના કરારના વચનોના પડઘાથી ભરેલા છે. પ્રથમ વાક્ય ગીતશાસ્ત્ર 2માંથી લેવાયેલ છે, જ્યાં ઈશ્વરે વચન આપ્યું હતું કે, એક રાજા આવશે, જે યરૂશાલેમમાં રાજ કરશે, અને દેશોમાં રહેલી ભૂંડાઈનો સામનો કરશે. બીજું વાક્ય યશાયા પ્રબોધકના પુસ્તકનું છે, અને તે મસીહને દર્શાવે છે, કે તે એક સેવક બનશે, દુઃખ સહન કરશે અને ઇઝરાયલીઓના બદલે મૃત્યુ પામશે. ત્યારબાદ લૂક ઈસુની વંશાવળીને દાઉદ (એટલે કે - ઇઝરાયલના રાજા) સુધી, ઇબ્રાહિમ (એટલે કે -ઇઝરાયલના પિતા) સુધી, આદમ (એટલે કે -માણસજાતના આદિપિતા) સુધી અને ઈશ્વર (એટલે કે -સૃષ્ટિના સરજનહાર) સુધી લઇ જાય છે. તેમાં લૂક આપણને એ જોવા માટે મદદરૂપ થાય છે, કે ઈસુ ઈશ્વર તરફથી આવેલા એક મસીહ રાજા છે, અને ફક્ત ઇઝરાયલનુ જ નહિ પણ આખી માણસજાતનું નવીનીકરણ કરવા માટે આવ્યા છે. વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો: • યોહાન બાપ્તિસ્તની ઓળખાણ અને હેતુને લગતી પ્રબોધવાણીઓ વાંચો (યશાયા 40:3-5, માલાખી 4:5). આ શાસ્ત્રભાગોને લૂક 3:7-14માં જણાવેલ યોહાનના સંદેશ સાથે સરખાવો. ત્યાં તમે શું જુઓ છો? • યોહાન બાપ્તિસ્ત અને ત્યાં એકઠા થયેલા લોકોના ટોળાંએ ઈસુ રાજાના જાહેર રીતે પ્રગટ થવા વિશે કેવી પ્રતિક્રિયા આપી? આજે તમારી પ્રતિક્રિયા કેવી છે? • ઈસુ મસીહ રાજા છે, અને આપણને નવી શરૂઆત આપે છે. તેમનામાં આપણે ઈશ્વરના વહાલાં વ્યક્તિ તરીકેનું અનુમોદન પ્રાપ્ત કરીએ છીએ. પ્રભુને પ્રાર્થના કરો. પ્રભુનો આભાર માનો, તમે જે ક્ષેત્રોમાં સંઘર્ષ કરી રહ્યા છો તેના વિશે કે તમારી જરૂરિયાતો વિશે પ્રભુને પ્રાર્થના કરો.
Dag 2Dag 4

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્...

More

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring