Leseplan-informasjon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

Dag 5 av 20

ઈશ્વરના રાજયનો આ સંદેશ આખા યરૂશાલેમમાં ફેલાય છે, અને શિષ્યોની સંખ્યા વધતી જાય છે.વધારે આગેવાનોની જરૂર હતી, અને પ્રેરિતો ઈસુનો સંદેશ આપવામાં લાગુ રહી શકે તે માટે સ્તેફન નામનો એક પુરુષ ગરીબોની સેવા કરવા માટે આગળ આવ્યો. સ્તેફન ઈશ્વરના રાજયના સામર્થ્યને પ્રગટ કરે છે, અને ઘણા યહૂદી યાજકો વિશ્વાસ કરીને ઇસુને અનુસરવાની શરૂઆત કરે છે. પરંતુ હજી ઘણા લોકો સ્તેફનનો વિરોધ કરે છે, અને તેની સાથે વિવાદ કરે છે. તેઓ સ્તેફનના ડહાપણભર્યા જવાબો સામે ઊભા રહી શકતા નથી, તેથી તેઓ તેના પર મૂસાનું અપમાન કરવાનો અને મંદિરને માટે જોખમરૂપ હોવાનો આરોપ મૂકવા માટે જૂઠા સાક્ષીઓ શોધે છે. તેના જવાબમાં સ્તેફન સામર્થ્યથી ભરેલું ભાષણ આપે છે, જેમાં તે જૂના કરારની વાતને દોહરાવીને કહે છે કે તેની સાથેનો લોકોનો દુર્વ્યવહાર અગાઉથી જણાવવામાં આવેલી પધ્ધતિ અનુસાર છે. તે યૂસફ અને મૂસાની વાત જણાવીને કહે છે કે તેમના પોતાના જ લોકોએ તેમનો નકાર કર્યો હતો, અને તેમને સતાવ્યા હતા. ઈઝરાયલ સદીઓથી ઈશ્વરના પ્રતિનિધિઓનો પ્રતિકાર કરતું આવ્યું છે, અને તેથી હવે તેઓ સ્તેફનનો વિરોધ કરી રહ્યા છે તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી. તે સાંભળીને ધાર્મિક નેતાઓ ગુસ્સે થઈ જાય છે. તેઓ તેને ઢસડીને શહેરની બહાર લઈ જાય છે અને તેને પથ્થરે મારવા માટે હાથમાં પથ્થરો લે છે. જ્યારે સ્તેફનને પથ્થરોનો માર મારવામાં આવે છે, ત્યારે તે પોતાને જાતને ઈસુની જેમ જ સમર્પિત કરી દે છે, ઈસુએ પણ બીજાઓના પાપને માટે દુઃખો સહન કર્યા હતા. જ્યારે તે બૂમ પાડીને કહે છે કે, " પ્રભુ આ પાપ તેઓના લેખે ગણશો નહી", ત્યારે તે ઘણા શહીદોમાંનો પ્રથમ શહીદ બને છે. વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો: • સ્તેફન જૂના કરારની જે વાતને દોહરાવે છે તેને વાંચો. તેણે હિબ્રુ બાઇબલના કયા ભાગો ટાંક્યા છે તેના પર અને તેણે કઈ વિગતો પર ભાર મૂકવાનુ પસંદ કર્યુ છે, તેના પર ધ્યાન આપો. તમે શું અવલોકન કરો છો? • પ્રબોધકો સામેની હિંસક કાર્યો કરવાની પધ્ધતિ વિષે સ્તેફનના શબ્દોનીસરખામણી (7:51-52 જુઓ) સ્તેફનની વાત સાંભળનારાના હિંસક પ્રતિભાવ સાથે કરો (7:57-58 જુઓ),તમે શું જુઓ છો? • વધસ્તંભ ઉપર ઈસુના દયાથી ભરેલા શબ્દોની સરખામણી (જુઓ લુક 23:34 અને 46) સ્તેફનના મરણ વખતે તેણે ઉચ્ચારેલા દયાથી ભરેલા શબ્દો સાથે કરો (પ્રે.કૃ. 7:60). તમે શું અવલોકન કરો છો? તે તમને ઈસુ વિષે, તેમના સાચા અનુયાયીઓ વિષે અને ક્ષમાના સ્વભાવ વિશે શું કહે છે? • શું તમે ઈસુને અનુસરો છો? જો હા, તો, તેમના સંદેશને ફેલાવવું તમને કેવું લાગે છે? સ્તેફનનું નિડર ઉદાહરણ તમને કેવી રીતે પ્રોત્સાહન કે પડકાર આપે છે? • તમારા વાંચન અને મનન મુજબ એક પ્રાર્થના કરો. જો કદાચ તમે તમારા જીવનમાં ઈશ્વરના પવિત્ર આત્માનો પ્રતિકાર કરી રહ્યા હોય તો તેના વિશે ઈશ્વર તમને પ્રગટ કરે અને એમ કરવાને બદલે પવિત્ર આત્માનું અનુસરણ કરવા માટે સહાય કરે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરો. ઈસુને કહો કે તમારા પ્રત્યેની તેમની દયા અને માફીથી તમને કેવી લાગણીનો અનુભવ થાય છે, અને બીજાઓને માફ કરવા માટે તમારે જે સામર્થ્યની જરૂર છે તે તેમની પાસેથી પ્રાપ્ત કરો.
Dag 4Dag 6

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ...

More

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring