Leseplan-informasjon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

Dag 9 av 20

પ્રથમ સદી દરમ્યાન ભૂમધ્ય સમુદ્રની આસપાસના મોટા ભાગના લોકો રોમન સામ્રાજ્ય દ્વારા શાસીત ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં વસતા હતા. દરેક શહેર સંસ્કૃતિઓ, જાતિઓ અને ધર્મોનું વૈવિધ્યસભર મિશ્રણ હતું. તેને કારણે તમામ પ્રકારના દેવી-દેવતાઓને બલિ ચડાવવા માટે તમામ પ્રકારના મંદિરો હતા, અને પ્રત્યેક વ્યક્તિ પાસે જુદા જુદા દેવી-દેવતાઓ હતા, જેને તેઓ વફાદાર હતા. પરંતુ દરેક શહેરમાં તમને એવા લઘુમતી જૂથો પણ જોવા મળશે, જેઓ આ દેવી-દેવતાઓની પૂજા કરતા નહોતા. યહૂદીઓ તરીકે ઓળખાતા ઇઝરાયલીઓ એવો દાવો કરતા હતા કે એક જ સાચો ઈશ્વર છે, અને તેઓ ફક્ત તેની જ ઉપાસના કરે છે. આ બધા શહેરો રોમન સામ્રાજ્ય દ્વારા બાંધવામાં આવેલા રસ્તાઓના માળખા સાથે જોડાયેલા હતા, તેથી વ્યવસાય કરવા અને નવા વિચારોને ફેલાવવા માટે મુસાફરી કરવી સરળ હતી. પ્રેરીત પાઉલે તેના જીવનનો અડધો ભાગ આ રસ્તાઓ પર મુસાફરી કરવામાં વિતાવ્યો હતો, અને તે એવું પ્રગટ કરતો હતો કે ઇઝરાયલના દેવે બધા દેશોને માટે એક નવો રાજા નિયુક્ત કર્યો છે. તે જબરજસ્તીથી અને આક્રમણથી રાજ કરતો નથી, પરંતુ આત્મ-બલિદાનયુકત પ્રેમથી રાજ કરે છે. પાઉલે બધા લોકોનેઈસુ રાજાના પ્રેમાળ શાસન હેઠળ જીવવા માટેનું આમંત્રણ આપવા દ્વારા આ શુભસંદેશના અગ્રદૂત તરીકે સેવા આપી. પ્રેરિતોના કૃત્યોનો ત્રીજો ભાગ પાઉલની મુસાફરીની વાતો અને લોકોએ તેના સંદેશને કેવી રીતે સ્વીકાર્યો તેનાથી ભરેલો છે. આ વિભાગમાં લુક આપણને બતાવે છે કે કેવી રીતે પાઉલ અને તેના સહકાર્યકરો તેમના વતન જેવા અંત્યોખ શહેરમાંથી બહાર નીકળીને આખા સામ્રાજયના વ્યૂહાત્મક શહેરોમાં ગયા. પાઉલ તેની રીત પ્રમાણે દરેક શહેરમાં આવેલા સભાસ્થાનમાં જઇને એવું બતાવતો હતો કે કેવી રીતે ઈસુ હિબ્રુ બાઈબલમાં જણાવેલ મસીહની પરીપૂર્ણતા છે. કેટલાક લોકોએ તેના સંદેશા પર વિશ્વાસ કર્યો અને ઈસુના શાસન હેઠળ જીવવા લાગ્યા, પરંતુ કેટલાક લોકોએ પાઉલના સંદેશાનો વિરોધ કર્યો. કેટલાક યહુદીઓને ઈર્ષ્યા આવી અને શિષ્યો પર ખોટા આરોપો લગાવ્યા, જ્યારે કેટલાક બિન-યહુદીઓને લાગ્યું કે તેમની રોમન જીવનશૈલી માટે તેઓ જોખમરૂપ છે, તેથી તેમણે શિષ્યોને હાંકી કાઢયા. પરંતુ તે વિરોધના લીધે ઈસુની ચળવળને કયારે રોકી શકાઇ નહીં. ખરેખર તો સતાવણીએ તે ચળવળને નવા શહેરોમાં આગળ લઈ જવામાં વેગ આપ્યો. શિષ્યો આનંદ અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને આગળ વધતા ગયા. વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો: • પાઉલના સંદેશની કાળજીપૂર્વક સમીક્ષા કરો (પ્રે.કૃ 13:40 જુઓ). નોંધ કરો કે તેણે જૂના કરારની કઇ વાતો, વિગતો અને અવતરણોને ટાંકવાની પસંદગી કરીને બતાવ્યું કે ઈસુ એ જ રાજા છે, જેની ઈઝરાયેલ પ્રતિક્ષા કરી રહ્યું છે. તમે શું અવલોકન કરો છો? • શું તમને ક્યારેય એવા કોઇ વ્યક્તિની ઇર્ષા થઇ છે, જેણે ઈસુએ આપેલા દાનોનો ઉપયોગ કરીને ઈસુનું અનુસરણ કર્યું હોવાને લીધે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ હોય? કેટલાક ધાર્મિક નેતાઓની પ્રતિક્રિયાની (13:42-50 જુઓ) અને શિષ્યોએ આપેલા પ્રતિભાવની સમીક્ષા કરો (13:51-52 જુઓ). આજે તે તમને કેવી રીતે પ્રોત્સાહન કે પડકાર આપે છે? • ઈસુના હેતુઓ તો એકતા લાવવા માટેના છે, પરંતુ તે જાણે છે કે કેટલાક લોકો દ્વારા તેમના સંદેશને હિંસક રીતે નકારવામાં આવશે, તેથી તેઓ તેમના શિષ્યોને તેની સૂચના આપે છે. આજના વાંચનના પ્રકાશમાં લૂકના પ્રથમ ભાગમાં જણાવેલ ઈસુના શબ્દોની સમીક્ષા કરો (લુક 10:5-16 જુઓ). તમે શું જુઓ છો? • તમારા પોતાના હાથે પ્રેરિતોના કૃત્યો 13:38-39 લખો, અને આખા અઠવાડિયા દરમ્યાન તેને જોઈ શકો એવા સ્થાન પર મૂકો. જૂનો કરાર જે સંપૂર્ણ માફી અને સ્વતંત્રતા પૂરી પાડી શક્યો નહિ તે ઈસુએ પૂરાં પાડ્યાં છે. ઈસુ સિવાય બીજું કોઇ છે, જેની પાસેથી તમે મદદ, આશા અને સ્વતંત્રતા મેળવી શકો છો? તેના વિશે ઇશ્વર સાથે વાત કરો. તમારા જીવનના એક સાચા રાજા તરીકે તેમને જોવા અને તેમનું સન્માન કરવા માટે તેમની પાસે મદદ માંગો.
Dag 8Dag 10

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ...

More

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring