Leseplan-informasjon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

Dag 1 av 20

લુકે ઈસુના જીવન, મૃત્યુ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણ વિષેની શરૂઆતની વાતોને લખી છે,જેને આપણે લુકની સુવાર્તા તરીકે ઓળખીએ છીએ. પણ શું તમે જાણો છો કે લુકનો બીજો ભાગ પણ છે? આપણે તેને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકથી ઓળખીએ છીએ. તેમાં પુનરૂત્થાન પામેલા ઈસુએ તેમના લોકોમાં તેમના પવિત્ર આત્મા દ્વારા જે કરવાનું અને શીખવવાનુ ચાલુ રાખ્યું તેના વિષેની બધી જ વાતો છે. લુક પ્રેરિતોના કૃત્યોની શરૂઆત શિષ્યો અને પુનરૂત્થાન પામેલા ઈસુ વચ્ચેની મુલાકાતથી કરે છે. અઠવાડિયાઓ સુધી ઈસુ તેઓને તેમના મરણ અને પુનરુત્થાન દ્વારા શરુ કરેલા પોતાના ઉથલપાથલ કરનારા રાજય અને નવી ઉત્પતિ વિષે શીખવતા રહે છે.શિષ્યો જઇને ઈસુના શિક્ષણને ફેલાવવા માગે છે, પરંતુ ઈસુએ તેમને કહ્યું કે જયાં સુધી તેઓ નવું સામર્થ્ય મેળવે ત્યાં સુધી તેઓ રાહ જુએ, જેથી ઈસુના રાજ્યના વિશ્વાસુ સાક્ષી બનવા માટે જે કંઈ પણ જરૂરી હોય તે બધું તેમની પાસે હોય. તે કહે છે કે તેમનું સેવાકાર્ય યરૂશાલેમથી શરૂ થશે, અને પછી યહૂદિયા અને સમરૂન અને ત્યાંથી બધા દેશોમાં આગળ વધશે. પ્રેરિતોના કૃત્યોના પુસ્તકનો મુખ્ય વિષય અને રચના આ પ્રથમ પ્રકરણથી જ શરૂ થાય છે.આ વાત તો બધા જ દેશોને તેમના રાજ્યના પ્રેમ અને સ્વતંત્રતામાં જીવવાનું આમંત્રણ આપવા માટે ઈસુએ તેમના આત્મા દ્વારા તેમના લોકોને જે દોરવણી આપી છે તેની વાત છે. પ્રથમ સાત અધ્યાયો બતાવે છે કે કેવી રીતે યરૂશાલેમમાં આ આમંત્રણનો ફેલાવો શરૂ થાય છે. ત્યાર પછીના ચાર અધ્યાયો બતાવે છે કે કેવી રીતે યહૂદિયા અને સમરૂનના બિન-યહૂદી પડોશી વિસ્તારોમાં આ સંદેશ ફેલાય છે. અને 13મા અધ્યાયથી આગળ લૂક આપણને જણાવે છે કે કેવી રીતે ઈસુના રાજયની સુવાર્તા દુનિયાના બધા જ દેશો સુધી પહોંચવાની શરૂઆત થાય છે. વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો: • લૂકના પ્રથમ ભાગમાં યોહાન બાપ્તિસ્તની નવીનીકરણની સેવાનો પરિચય આપવામાં આવ્યો છે.યોહાન બાપ્તિસ્મીએ લુક 3: 16-18માં કહેલા શબ્દોને ઈસુએ પ્રેરિતોના કૃત્યો 1:4-5માં કહેલા શબ્દો સાથે સરખાવો. તમે શું જુઓ છો? • પ્રેરિતોના કૃત્યો 1: 6-8 ની સમીક્ષા કરો. ઈસુએ ઇઝરાએલમાં તેમના લોકો માટે શું કરવું જોઇએ તેના વિશે શિષ્યો શું ઇચ્છે છે? ઈસુ કેવી રીતે જવાબ આપે છે? જ્યારે તેઓ ઈશ્વરના સમયની રાહ જુએ છે, ત્યારે તેઓ શું જાણે અને શું કરે એવી ઈસુની ઇચ્છા છે? ઈસુ તમારા માટે અને તમારા સમાજ માટે શું કરે એવી તમારી ઇચ્છા છે, અને કેવી રીતે ઈસુએ શિષ્યોને આપેલો જવાબ આજે તમારી સાથે વાત કરે છે? • લુકે કરેલા ઈસુના સ્વર્ગારોહણની વાતની સદીઓ પહેલા, દાનિયેલ પ્રબોધકે ઈઝરાયેલના રાજાનું સંદર્શન જોયું હતુ.દાનિયેલે શું જોયું હતું તેના પ્રાચીન અહેવાલને (દાનિયેલ 7:13-14માં જુઓ ) ચકાસો અને તેને લૂકની વાત (પ્રેરિતોના કૃત્યો 1:9-11ની જુઓ) સાથે સરખાવો. તમે શું અવલોકન કરો છો, અને તે કેવી રીતે મહત્વનું છે? • તમારા મનન મુજબ એક પ્રાર્થના કરો. ઈસુનો આભાર માનો. તમારા જીવન અને સમાજમાં તમે કયાં તેમની પુનઃસ્થાપના જોવા ઈચ્છો છો, તેના વિશે પ્રભુને પ્રાર્થના કરો, અને આજે તમે પણ તેમની એ પુન:સ્થાપનામાં જોડાઇ શકો તે માટે પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે હિંમત માંગો.
Dag 2

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ...

More

Liknende planer

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring